Hamana Thi Cham Tame Dekhato Nathi Lyrics - Dhaval Barot

હમણા થી ચમ તમે દેખાતો નથી Hamana Thi Cham Tame Dekhato Nathi Lyrics Sung by Dhaval Barot. Hamana Thi Cham Tame Dekhato Nathi Lyrics In Gujarati Written by Baldev Charakta , Bhikhu.


Hamana Thi Cham Tame Dekhato Nathi Lyrics In Gujarati

એ હમણો થી ચમ તમે દેખાતો નથી
એ ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

એ સેતર મા ચાર લેવા આવતો નથી
સિઝડા વાળા સેતર મા દેખાતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

હો ચાર ગોમ વચ્ચે હતી એકજ ડેરી
તારે મારે મળવા ની એક હતી બારી
હો તારા ફોન ઉપર મેં રિંગ બહુ વગાડી
ફોન મારો જોઈ ફોન કટ કરી નાખતી

એ તારી બેનપણી ઉપર ફોન મેં કર્યો
ત્યારે તારો હાચો મન જવાબ મળ્યો
અલ્યા ઇના બાપા એ ફોન ફોડી રે નોસ્યો
અલ્યા ઇના બાપા એ મોબાઈલ તોડી રે નોસ્યો

એ હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

એ વારે તહેવારે આપણે રે મળતા
હવે ચમ ઘર ની બાર નથી નેકળતા
હો કોઈ ના જોડે તારા હમાચાર ના મળતા
એકલા એકલા અમે બઉ રડતા

એ હુંયે હવે દૂધ ભરાવા જાતો નથી
કારણ કે પ્રેમ મારો આવતો નથી
હે અલ્યા અને પણ તારા વગર રેવાતું નથી
હે શું કરું મળવું સે પણ મળાતું નથી

અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું

હો કોકે કીધું તારી બીજે હગઇ થઇ જઈ છે
એટલે બકા તુ બદલાઈ જઈ છે
હો તારા લીધે મારી હગઇ તુટી ગઈ છે
હાચુ કઉ ઘેર મારે જોવા જેવી થઇ છે

એ આજ નઈ તો કાલ તમે પરણી જાશો
ફરી વાર ચોકડી એ ના ભેળા થાશો
આ ભવે નઈ આવતા ભવે જરૂર મળશુ
હો આવતા ભવે આપડે ફરી મળશુ

અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી
ડેરી એ દૂધ ભરાવા આવતો નથી
અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું
હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું
Previous Post Next Post