Mata Valge To Lyrics In Gujarati - Chandan Jogi
Mata Valge To Lyrics in Gujarati
| માતા વળગે તો લિરિક્સ ગુજરાતીમાં |
એ મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય
હો હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો કોઈની મજબૂરી જોઈ એને મારી નો નખાય
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો ગરીબની હાય જો લાગી જાય
ધારેલા કોમ એના બગડી જાય
કોઈ ઓશિયાળાની આશા ઓમ ઝૂટવી નો લેવાયા
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો હો એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો વગર ઓકે જો કોઈ ગરીબને ના કનડતા
માતાને યાદ કરી ઓહુડા પાડતા
હો હો ઓહુડા પડે માડી દોડીને આવતા
વેરી ને રાત દાડો માડી ઘૃણાવતા
વગર વાંકે કોઈદી કોઈ ને કોય ના કેવાય
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો મારી માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
જય જોગણી
હો જબરાની લાકડી હાથ પગ ભાગે
હાય ગરીબની નખ્ખોદ કાઢી નાખે
હો હો લેણા વાળો પૈસા વ્યાજ સુધી માંગે
ગરીબની માતા હાત પેઢી એ જાગે
બટકું ભરેલું માં નું મેલ્યું ના મેલાય
ચંદુ કેસે કે ગરીબની હાય ના કોઈ દિ લેવાય
હો હો મારા ગરીબની ઓતેડી ખરા ટોણે કકળી જાય
એની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય
હો ગરીબની માતા વળગે તો ભલ ભલા સીધા દોર થઇ જાય