Rom Rakhe Ene Kon Chakhe Lyrics In Gujarati

Rom Rakhe Ene Kon Chakhe Lyrics In Gujarati

Rom Rakhe Ene Kon Chakhe Lyrics In Gujarati

| રોમ રાખે એને કોણ ચાખે લિરિક્સ ગુજરાતીમાં |
ભલે દિલ ના દરવાજા હાવ તું વાંકે
હે ભલે દિલ ના દરવાજા હાવ તું વાંકે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે

હે ભલે આજે મારાથી અવળું તું તાકે
છોડી દીધી ભલે મને વગર વાંકે
મારો રોમ રાખે એને કોણ ચાખે

હે હાચુ જૂઠું કોણ છે ભગવાન જાણે
ચમ કરી હમજાવી વાત મારે પરોણે
હે ભલે મનમાં તારા મેલ તું રાખે
ભાળે છે આજે બીજાની આંખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો મારો રોમ રાખે એને કોણ ચાખે

હો દૂખે છે માથું ને પેટ ના કૂટાય
પ્રેમ ભરેલી જિંદગી આમ કોઈ ની ના લૂંટાય
હે કોક ના વાદે ચડી સાથ છોડી ના દેવાય
જોયા જોણયા વગર મોઢું ફેરવી ના લેવાય
હે સગી આંખે આમ આંધળું ના થવાય

પોતાના હોય એને પારકા ના ગણાય
હે ભલે વાત મારી તને ખોટી લાગે
મારા થી દૂર તું ભલે ને ભાગે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો મારો રોમ રાખે એને કોણ ચાખે

હો વાયરો ફરે એમ ફરી ના જવાય
દિલ માં રાખે ને દગો ના દેવાય
હે વોક ગુના વગર કોઈ ને ના રખડાવાય
જૂઠી વાતો હોમભલી આંસુ ના પડાવાય

હાચી વાત ની તને જયારે ખબર પડશે
છાનું રાખનારું તને કોઈ ના મળશે
હે વળી જા પાછો નઈતો વેળા વીતી જશે
તને હમજાય એ પેલા મોડું બોવ થશે
મારો રોમ રાખે એને કોણ ચાખે

હે ભલે દિલ ના દરવાજા હાવ તું વાંકે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે

પણ મારો રોમ રાખે એને કોણ ચાખે
હો મારો રોમ રાખે એને કોણ ચાખે
Previous Post Next Post