Shu Kahevu Tamaru Lyrics in Gujarati | શુ કહેવું તમારૂ લિરિક્સ ગુજરાતીમાં |


Shu Kahevu Tamaru Lyrics in Gujarati
| શુ કહેવું તમારૂ લિરિક્સ ગુજરાતીમાં |
 
તમે કહો તો તમને એક વાત કહું જરા
હો તમે કહો તો તમને એક વાત કહું જરા
જોયા પછી હોશ ના રહ્યા અમારા
કોરા કાગળ હતા કલમ બની તમે આયા
અમે આવા નહોતા તમે રે બનાયા
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ કંઈ વિચાર્યું અમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ કંઈ વિચાર્યું અમારૂ

હો શરમાઈ છે સાની ભરી દે ને હામાં હા
દુઃખ થાશે મને ઘણું જો કહીશ તું ના
જોરદાર લાગો છો વાહ જોવાની અદા
વધુ ભાવ ના ખાશો અમે તારા પર ફિદા
બની ઠની ફરતા પહેલા શોખ માટે
હવે ત્યાર થઇ ફરશું જાન તમારી માટે
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ

હો મોરપીંછને શરમાવે એવા તારા રૂપ-રંગ
આવીજાને તું જીવનમાં ભરી દેને એમાં રંગ
દઈ દે હાથમાં તું હાથ જીવન વીતાવીશું હારે
કંઈક એવું ના કહેતા દિલ દુભાઈ જાય મારે
તમે કહેશો એમ કરશું દુઃખ કોઈ દી ના દઈશું
એકવાર હા કહી દો દુનિયાથી લડી લઈશું
શુ કહેવું તમારૂ
હો શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ
કહોને અમોને શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ
અરે હા દિલ દેવું છે અમારૂં  
Previous Post Next Post