ડાકોર ના ઠાકોર Dakor Na Thakor Lyrics Sung by Kirtidan Gadhvi & Jignesh BarotBarot.Dakor Na Thakor Lyrics In Gujarati.
Dakor Na Thakor Lyrics In Gujarati
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે તું તો રાધિકા નો હે તું તો રાધિકા નો
હે તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર
જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર...
દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
અરે અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...
હે તારા દ્રારે વાલા આવું હું તો આવું
ઓ શયામળીયા ધોળી ધ્વજા લહેરાવું
હો તારા રંગે હું રંગાવું હો રંગાવું
ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું
એ અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોર
અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર
હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર
એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ
હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...
હું જેવો છું એવો તારો હું તારો
ઓ રણછોડરાય હાથ પકડજ્યો મારો
હે જીવનભર હું નહિ જાવું નહિ જાવું
ઓ શ્યામળિયા એક ભરોસો તારો
હે આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
એ આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
દુનિયાનો નો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
હે દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર...
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હો હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ....