Na Malyo Maro Pyaar Lyrics in Gujarati
| ના મળ્યો મારો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં |
Na Malyo Maro Pyaar Lyrics in Gujarati
| ના મળ્યો મારો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં |
એ મારો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
હો ...રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
ઓ ...હો ...રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો રોમ તારા પાહે મેં ક્યાં જન્નત માંગીતી
મળે મારો પ્યાર એવી આશા મેં રાખીતી
એ મારો રોમ મારૂં સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
પણ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો દિલના આ દર્દની દિલને મારા જાણ છે
દુનિયાતો સાવ હવે એનાથી અજાણ છે
હો ...દિલના આ દર્દની દિલને મારા જાણ છે
દુનિયાતો સાવ હવે એનાથી અજાણ છે
હો મારા રોમ કયા ગુનાની આ દીધી સજાયું
આખી જિંદગી મારે મટી નહીં લાયુ
એ આજે સતી આંખે થઇ ગયા અમે ઓધણા મારા યાર
મારા રોમ તમે હોમું મારા જોયું ના લગાર
હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો સુખની છાયા શોધું હું તો કેટલાએ વરસથી
તડપી રહીયો છુ એની યાદની તરસથી
હો ...સુખની છાયા શોધું હું તો કેટલાએ વરસથી
તડપી રહીયો છુ એની યાદની તરસથી
હે મારા રોમ મારા જીવનમાં અંધારી આ રાતો
દિલમાં દાબી ફરી હું તો કોને કરૂ વાતો
એ મરવા સિવાય મારગ બીજો રયો નથી યાર
દિલને અફસોસ દુઃખ રેશે ભારોભાર
હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
હો ...મારૂં રોમ સપનું પુરૂ કરશે મારા યાર
આશા રે હતી રે મને મળશે મારો પ્યાર
પણ હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
એ મારા હાથથી છુટી ગયો હૈયા કેરો હાર
Tags:
Jignesh Barot