Tametu Re Tametu Lyrics - Jigar Thakor

ટામેટું રે ટામેટું લિરિક્સ ગુજરાતીમાં Tametu Re Tametu Lyrics in Gujarati Sung by Jigar Thakor.Tametu Re Tametu Lyrics Written by Hitesh Sobhasan.
   

Tametu Re Tametu Lyrics in Gujarati

| ટામેટું રે ટામેટું લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ટામેટું રે ટામેટું
ઘી ગોળ ખાતું તું
હે ટામેટું રે ટામેટું
ઘી ગોળ ખાતું તું
નદીયે નાવા જાતું તું
 લાલ હાડી પેરતું તું

હે ...તું ને હું ભેળા રમતા હતા જાનુડી
તું ને હું ભેળા રમતા હતા જાનુડી
તને યાદ છે કે નઈ ચમ ભુલી તું જઈ
હે તને યાદ છે કે નઈ ચમ ભુલી તું જઈ

હો પુછ તારી ગોઠણને પ્રેમ કરૂં તને કેટલો
દુનિયામુ આખી હમાય ના એટલો
એ અડકો દડકો દહીં દંડુકો
એ વેઠ્યો હતો ટાઢને તડકો
હે નેહાળમાં ભણવા હારે જાતા જાનુડી
નેહાળમાં ભણવા હારે જાતા જાનુડી
તને યાદ છે કે નઈ ચમ ભુલી તું જઈ
ગોંડી તને યાદ છે કે નઈ ચમ ભુલી તું જઈ

હો સામેના છેતરમાં હતી ઓમબલીયોની વાળી
વાડીની બાજુ હતી બોરડીયુંની જાડી
હો સામેના છેતરમાં હતી ઓમબલીયોની વાળી
વાડીની બાજુ હતી બોરડીયુંની જાડી
અરે ખાટા મીઠા ખાતા બોર
એ ફરતા આપણે ચારે કોર

હે ...હા હારે હરતાને હારે ફરતા જાનુડી
હારે હરતાને હારે ફરતા જાનુડી
તને યાદ છે કે નઈ ચમ ભુલી તું જઈ
હે તને યાદ છે કે નઈ બકુડી ચમ ભુલી તું જઈ

હે આયા કોલેજમો ને દિલ દઈ બેઠા
હર્યા ફરિયા બહુંને પછી પડી ગયા છેટા
અરે ગોંડી મારી આયા કોલેજમો ને દિલ દઈ બેઠા
હર્યા ફરિયા બહુંને પછી પડી ગયા છેટા
અરે જુદાઈની હતી વેળા
એ આજે પાછા થયા ભેળા

હે ...મારી હોમું કોક તું બોલ જાનુડી
મારી હોમું કોક તું બોલ જાનુડી
ચમ બોલતી નથી તું ભુલી રે ગઈ
અરે ગોંડી બોલતી નથી તું ભુલી રે ગઈ
એ ટામેટું રે ટામેટું

ટામેટું રે ટામેટું
ઘી ગોળ ખાતું તું
નદીયે નાવા જાતું તું
 લાલ હાડી પેરતું તું
હું ને તું રમતા હતા ભેળા મારા યાર
હું ને તું રમતા હતા ભેળા મારા યાર
મને યાદ છે બધું નથી ભુલી હું જઈ
મને યાદ છે બધું નથી ભુલી હું જઈ  


Previous Post Next Post