Kuldevi Mari Mavdi Lyrics - Umesh Barot & Payal Shah

કુળદેવી મારી માવડી Kuldevi Mari Mavdi Lyrics Sung by Umesh Barot & Payal.  Kuldevi Mari Mavdi Lyrics In Gujarati Written by Mitesh Barot(Samrat).


Kuldevi Mari Mavdi Lyrics In Gujarati

હો સુખમાં સહાય દેજે માવડી
દુઃખ ને જાકારો દેજે માવડી
હો માં, હો સુખમાં સહાય દેજે માવડી
દુઃખ ને જાકારો દેજે માવડી
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તને માં અંતરથી અરજ મેં કરી

હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી

તારા વિના કોણ છે મારુ હોઠે બસ નામ માં તારું
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તારા વિના નથી આરો મારો બસ તું સહારો
તને માં અંતરથી અરજ મેં કરી

હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી

હો મારો માળો તારી માળા ના ભરોસે
મુસીબતો માં તું ટાળજે, હો માં
કરગરું હાથ જોડી તો કાન ધરજે
ભવો ભવ માડી તું મળજે, હો માં

હો આયખું આખું તારા દીવાના અજવાળે
તું જેને તારે પછી કોણ એને મારે
હો આયખું આખું તારા દીવાના અજવાળે
તું જેને તારે પછી કોણ એને મારે

તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
જીવું તારા વિશ્વાસે નામ તારું શ્વાસે શ્વાસે
તારા નામે આ જિંદગી કરી

હો ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
આવે ના માથે કાળી રાત મને મારી માતા નો છે સાથ
હે ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
હે ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી

હો મારો દુનિયામાં ડંકો તું વગાડજે
વખાની વેળા એ વેલી આવજે, હો માં
હો તારા છોરુંડા પર અમી નજર રાખજે
માથે માં હજાર હાથ રાખજે, હો માં

હો અમી ભરી આંખે હેતની છે હેલી
વાર ના કરે આવે માડી વેલી
અમી ભરી આંખે હેતની છે હેલી
વાર ના કરે આવે માડી વેલી

તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
તારા ચરણોમાં છે દુનિયા તારજે માં
આયખું તારા ભરોસે સાચું ખોટું માડી જો જે
ધન ઘડી ધન ભાગ્ય માતા તું મળી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી

મારી તે પેઢીયો તારી ઘણા ઉપકાર છે માડી
ખમ્મા ખમ્મા રે કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી
ખમ્મા ખમ્મા કુળદેવી મારી માવડી 

Kuldevi Mari Mavdi Lyrics Umesh Barot & Payal
Previous Post Next Post