Megh Varse Lyrics - Kishan Raval

મેઘ વરસે લિરિક્સ ગુજરાતીમાં Megh Varse Lyrics - Kishan Raval. Megh Varse Lyrics In Gujarati Written by  Kamlesh Thakor & VIjay Thakor.


Megh Varse Lyrics In Gujarati

હો મેઘવરસે છે આજ ઝરમર ઝરમર
હો હો મેઘવરસે છે આજ ઝરમર ઝરમર
ઝબુકી વિજલડીને લાગે એનો ડર
કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો પ્રીતમાં મારે એની ભીંજાવું આજ
બોલે મીઠા મોર મને આવે એની યાદ
કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાવ મેહુલિયા દિલની આ વાત છે
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે
થોભી જાવ મેહુલિયા દિલની આ વાત છે
દિલની આ વાત છે
હો ખમ્યા કરી જાને મેહુલિયા આજ
હો હો ખમ્યા કરી જાને મેહુલિયા આજ
હવે તો રહી જાને બાપલીયા આજ
કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બઉ થયું પાણી
હો હસરત હતી ઘણી એને મળવાની
બસ કરો મેઘરાજા બઉ થયું પાણી
બઉ થયું પાણી
હો વીજ ચમકેને ધ્રૂજે ધરતી આકાશ
હો હો વીજ ચમકેને ધ્રૂજે ધરતી આકાશ
મેધ વરસે ને હવે વરસે મારી આંખ
જાવું તો પડશે મેધ મળવા
હો હો કેમ કરૂ જાવું એને મળવા

હો કેમ કરૂ જાવું એને મળવા
અરે હા હા જાવું તો પડશે મેધ મળવા
હો કેમ કરૂ જાવું એને મળવા
હો હો જાવું તો પડશે મેધ મળવા

હો રોકાઈ ગયો છે વાલો સુણી મારો સાદ
દુનિયાના બંધન તોડી ભાગ્યો હુંતો આજ
હવે તો જવાશે મળવા
અરે હા હા હવે તો જવાશે મળવા
હે મારા વાલમા હવે તો આવું તમને મળવા
Previous Post Next Post