Shree Madanmohanji Morli Dhari Lyrics in Gujarati

 Shree Madanmohanji Morli Dhari Lyrics in Gujarati

| શ્રી મદનમોહનજી મોરલી ધરી લિરિક્સ ગુજરાતીમાં |

Shree Madanmohanji Morli Dhari Lyrics in Gujarati

| શ્રી મદનમોહનજી મોરલી ધરી લિરિક્સ ગુજરાતીમાં |

 

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી


નેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુ

નેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુ

અંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહું

અંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહું

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી

ગુજરાતીટ્રેક્સ.કોમ


કાને કુંડળ માથે મુંગટ હસી હસી લઈયે તાળી

કાને કુંડળ માથે મુંગટ હસી હસી લઈયે તાળી

અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી

અંતરમાં હરિ આપ બિરાજો પાપ નાખ્યા બાળી

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી


બાહે બાજુબંધ બેરખાને કંઠે નવસરો હાર

બાહે બાજુબંધ બેરખાને કંઠે નવસરો હાર

અંતરમાં હરિ આપ બિરાજો ભલે થાય અવતાર

અંતરમાં હરિ આપ બિરાજો ભલે થાય અવતાર

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી


કેડે કંદોરો વાંકડોને ઘુઘરી ઘમ ઘમ

કેડે કંદોરો વાંકડોને ઘુઘરી ઘમ ઘમ

અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે

અંતરમાં હરિ આપ બિરાજો દાસ એવું માંગે

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી


શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી

શ્રી મદનમોહનજી મોરલી ધરી

વારંવાર નીરખું નેણલાં ભરી


 Shree Madanmohanji Morli Dhari - Hemant Chauhan

Singer : Hemant Chauhan , Music : Appu

Lyrics : Traditional , Label : Soor Mandir

 

Previous Post Next Post